Close

આપણા મોડર્ન દૂત – જેન કોઉમ અને બ્રાયન એક્ટન

‘મહાનતા’ ક્યારેય ના પાડવામાં નહિ , પણ પડીને ફરીથી ઉભું થવામાં છે.


નવાઈ લાગી ?? આજે એક જ સાથે બે વ્યક્તિ કેમ ?
 
તમારા સવાલનો એક જ જવાબ,આ બંને એ ભેગા થઇને ફેસબુક વાળા ઝુકેરીયાને હેરાન કરી મુક્યો હતો.આ બે ભાઈ ફેસબુક શરુ થયું હતું ત્યારે નોકરી લેવા માટે ગયેલા,પણ રીજેક્ટ થયેલાં. પણ ‘ઇંટનો જવાબ પથ્થરથી’ ને તેમણે ખરેખર સાબિત કરીને બતાવ્યું. આ બે વ્યક્તિઓને તમે ઓળખો કે ના ઓળખો,પણ એટલું તો ગેરેંટીથી કહી શકું કે જો આ બે ભાઈ ના હોત તો  કદાચ,આપણે હજુય SMS થી જ સંદેશા-વ્યવહાર કરતાં હોત !

હા,આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ,વ્હોટસએપ બનાવનાર અને આપણા મોડર્ન દૂત  જેન કોઉમ અને બ્રાયન એકટન ની. હાલ વ્હોટસએપના ૧૦૦ કરોડથી પણ વધુ યુઝર્સ છે.   તમને નવાઈ લાગશે પણ આ બંનેએ “ઇંટ નો જવાબ પથ્થરથી ” ની કેહવતને ખરેખર સાચી સાબિત કરી બતાવી. એવું બન્યું કે, તેઓએ વ્હોટસએપ બનાવ્યું એ પેહલા ફેસબુકના ઝુકેરીયાને ત્યાં નોકરી માટે અરજી કરેલી,પણ બંને રીજેક્ટ થયેલાં. અને ૨૦૧૪માં એજ ઝુકેરીયાને ૧૯ બિલિયન ડોલરમાં ખરીદવું પડ્યું. કેમ કે, તેને ખબર પડી ગયી હતી કે વ્હોટસએપના કારણે ફેસબુકના યુઝર્સ ધીમે ધીમે વ્હોટસએપ તરફ વળવા મંડ્યા હતા. કેમ કે,તે એક દમ સુરક્ષિત કહી શકાય કે ,જેની પાસે તમારો મોબાઈલ નંબર હોય એજ તમારી સાથે વાત કરી શકે.જયારે ફેસબુક પરતો કોઈ પણ તમને ફ્રેન્ડરીક્વેસ્ટ મોકલ્યા વગર પણ હેરાન કરી શકે છે (હવે ધીમે ધીમે ફેસબુક એ બાબતે ધ્યાન આપી રહ્યું છે.).

વ્હોટસએપ ની આપણા રોજ-બરોજના જીવન પરની અસર…

વ્હોટસએપ આપણા જીવનનો અગત્યનો ભાગ બની ગયું છે. એટલું જ નહિ, વ્હોટસએપ ના લીધે આપણે SMSનો ઉપયોગ કરતાં ઓછા થઇ ગયા. હવે તો કોઈ જરૂરી ડોક્યુમેન્ટ્સની PDF ફાઈલ પણ લોકો ઈમેઈલના બદલે ધીમે ધીમે વ્હોટસએપ પર મોકલતાં થઇ ગયા છે. લોકો હવે ઊંઘે ત્યારે અને સવારે ઉઠે ત્યારે ભગવાન પેહલા વ્હોટસએપ જ યાદ કરે. એટલું જ નહિ,પણ વ્હોટસએપ એ સૌથી શક્તિશાળી ચાડિયો( ન્યુઝ મીડિયા) કહી શકાય. કેમ કે, TV પર ન્યુઝ આવે એ પેહલા તો ક્યાંકથી ને ક્યાંકથી આપણા વ્હોટસએપમાં એ સમાચારના ફોટો,વિડીયો આવી જ જાય. હદ તો ત્યારે થાય જ્યારે…અફવાઓ , ખરાબ ગેરમાર્ગે દોરી જતા મેસેજ પણ વાયુવેગે ફેલાય છે. વધુ નથી કેહવું કેમ કે ,તમે જાણો જ છો.

 વ્હોટસએપ પેહલાં …

જેન કોઉમ અને બ્રાયન એકટન પણ એવા લોકોમાંના એક છે, જેઓની નોકરીની અરજીઓ વારંવાર રીજેક્ટ થઇ હોય. પણ તેઓ ક્યારેય હતાશ નહતા થયા. જયારે આપણે તો નોકરીના મળે તો આપણે આપણી જ આવડત પર શક કરીએ છીએ,હતાશ થઇ ગઈએ છીએ.(આ અંગેતો નીચે વધુ લખ્યું  જ છે.)

આ બંને જયારે Yahoo કંપનીમાં કામ કરતા હતા ત્યારે પેહલી વખત મળેલા. બંનેએ ૯ વર્ષ સુધી સાથે કામ કર્યું અને  પછી નવા પડકારો સ્વીકારવા આ નોકરી છોડી દીધી. નોકરી છોડ્યા પછી નોકરી મેળવવા માટે ફેસબુક અને ટવીટર જેવી કંપનીઓમાં અરજી કરી પણ તે સ્વીકારના થઇ. જયારે બ્રાયન એકટનની અરજીઓ ફગાવાઈ ત્યારે તેમણે ટ્વીટર પર ટ્વીટ પણ કરેલી જે તમે નીચે જોયી શકો છો .

બ્રાયન એકટનની ટ્વીટ – તારીખ : ૨૩ મે,૨૦૦૯
બ્રાયન એકટનની ટ્વીટ – તારીખ : ૨૩ મે,૨૦૦૯
બ્રાયન એકટનની ટ્વીટ - તારીખ : ૩ ઓગષ્ટ,૨૦૦૯
બ્રાયન એકટનની ટ્વીટ – તારીખ : ૩ ઓગષ્ટ,૨૦૦૯

વ્હોટસએપની શરૂઆત …

૨૦૦૯ના જુનથી લઈને ઓક્ટોમ્બર સુધીમાં ઘણા બધા સંઘર્ષ થયા. નોકરીની અરજીઓ રીજેક્ટ થઇ વગેરે …પણ સાથે સાથે વ્હોટસએપ જેવો ક્રાંતિકારી વિચાર પણ ઉદ્દભવ્યો. જેન કોઉમ તેમના મિત્રોને મોબાઈલમાં નોટિફીકેશન મોકલીને હેરાન કરતા હતા,ત્યારે તેમને વ્હોટસએપ જેવો ક્રાંતિકારી વિચાર આવ્યો. અને બસ આજ વિચારને તેમણે એક મેસેજ એપ બનવાનું વિચાર્યું. એ સમયે બ્રાયન એકટન નોકરીની તલાશમાં આમ-તેમ ભટકતા હતા. છેવટે તેઓ હતાશ થઇ જેન પાસે આવ્યા ત્યારે તેમણે આ અંગે ચર્ચા કરી. અને ૨ મહિનાની સખત મેહનત બાદ વ્હોટ્સએપ લોન્ચ કર્યું.  આજે તો તમને અમુક લોકો એવા પણ મળશે જે કેહશે કે ,મારે તો મોબાઈલ ખાસ વ્હોટ્સએપ માટે જ જોઈએ . તમને ઉપર પણ જણાવ્યું કે વ્હોટ્સએપે માનવીના વ્યવહારિક જીવન પર મોટા પ્રમાણમાં અસર કરી છે.

પણ વ્હોટ્સએપ અન્ય કરતાં સૌથી વધારે સફળ કેમ ?

આ બંને દૂતની જોડી કઈ રીતે સફળ થઇ ? એવું તે શું થયું કે વ્હોટ્સએપ દુનિયાનું સૌથી સફળ અને વિશાળ મેસેન્જર પ્લેટફોર્મ બની ગયી.

વ્હોટ્સએપ એ ઝડપી,સલામત અને સરળ મેસેન્જર છે. કોઉમ અને એકટન બંને વ્હોટ્સએપને અન્ય કરતા વિશિષ્ટ બનાવા માંગતા હતા. કોઉમ અને એકટન બંનેને ઍડવર્ટાઇઝ પ્રત્યે સખત નફરત  હતી. એટલું જ નહિ,બ્રાયન એકટનએ તો પોતાની ઓફીસના ટેબલ પર પણ લખી દીધું હતું કે ,  “નો ઍડવર્ટાઇઝ, નો ગેમ્સ ! “.

Brian Acton's note on Table .
Brian Acton’s note on table..

આ બંને દૂતમાંથી શીખવા જેવી વાતો ! 

  1. It’s never too late.  તમને જાણીને કદાચ નવાઈ લાગે પણ , સાચી વાત છે. જયારે વ્હોટ્સએપ બનાવાનો વિચાર આવ્યો ત્યારે જેન કોઉમ ૩૩ અને બ્રાયન એકટન ૩૭ વર્ષના હતા. 
  2. Persistence is the only way. – અર્થાત , દૃઢતાપૂર્વક મંડ્યા રેહવું એજ સફળતાનો માર્ગ છે. જેન કોઉમaએ કેટલાય વર્ષો બેરોજગાર તરીકે ઘર પર બેસીને વિતાવ્યા. બ્રાયન એકટન એ ડોટકોમ બબલમાં તેમના નસીબનું બધું ગુમાવ્યું , તેઓ ગણી કંપનીમાં નોકરીની અરજી લઈને ફર્યા પણ રિજેક્ટ થયા. તેમ છતાય હારના માની અને મહેનત અને  દૃઢતાના કારણે આજે આ સફળતાના શિખર પર શીત પવનની મજા માણી રહ્યા છે.
  3. Wait for CHANCE. – તકની રાહ જુઓ. એક ઉદાહરણ આપું તો , જયારે કીડી તળાવમાં પડે છે ત્યારે તેને માછલી ખાય છે,અને જયારે તળાવ સુકાઈ જાય છે ત્યારે કીડી માછલીને ખાય છે. ભગવાન તક તો બધાને આપે છે,પણ આપણે રાહ પણ જોવી પડે.
    બ્રાયન એકટનના જીવનમાં પણ આવું જ થયું . તેઓ જયારે બેરોજગાર હતા અને નોકરી માટે ભટકતા હતા ત્યારે તેઓ ફેસબુકમાં નોકરી માટે પણ ગયેલા ,પણ ત્યાંથી હતાશ થઇ નીકળ્યા. પણ વ્હોટ્સએપ એટલી હદે સફળ રહ્યું કે ૨૦૧૩ પછી ફેસબુક પર કિશોર યુઝર્સ ઘટવા લાગ્યા. વ્હોટ્સએપ અને અન્ય મેસેજિંગ પ્લેટફોર્મનો ઉપયોગ વધવા લાગ્યો. છેવટે ૨૦૧૪ માં આ આંકડાઓને કારણે વ્હોટ્સએપ ખરીદવું પડ્યું. પણ કેટલા માં ??? અધધધ……લગભગ ૧૯ બિલિયન ડોલર એટલે કે ૧૯૦૦ કરોડ ડોલરમાં. ( એ વખતના ડોલરના ભાવ જોઈએ તો ,૧,૧૮૨,૩૭૦,૦૦૦,૦૦૦, રૂપિયા થાય.).

 

 

Urvish

હું ગુજરાતી લેખો, પુસ્તકો (થોડા ગણા ) , આત્મકથાઓ વાંચવામાં વધારે રુચિ ધરાવું છું. તમે મને કવૉરા અથવા ઇન્સ્ટાગ્રામ( Urvish015 ) પર મેસેજ કરી શકો છો !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

0 Comments
scroll to top