Close

પૃથિવીવલ્લભ : ઇતિહાસ ભી રહસ્ય ભી !

બાહુબલી ૨ ના સેટિંગ,કોસ્ચુમ ,માહિષ્મતી એ દરેક વર્ગ, ઉંમર અને  હઝારો માઈલ દૂર રહેતા દરેકને આકર્ષ્યા છે.ઐતિહાસિક નવલ કથા, વાર્તા,નાટક ગ્લોબલી વંચાય/જોવાય છે. ગુજરાતી સાહિત્યમાં પણ વર્લ્ડક્લાસ સાહિત્યિક રચનાઓ છે.આ નવલકથાઓ આજે પણ દરેકને એના પ્રવાહમાં ખેંચે એવી છે. ઐતિહાસિક  નવલકથા સમાજને એજ્યુકેટ કરે છે.આ ઉપરાંત ઐતિહાસિક નવલકથા ડોકયુમેન્ટેશન, સ્ટેટિસ્ટિક આપે છે તથા રિસર્ચ માટે જરૂરી છે.ગુજરાતી સાહિત્યમાં નંદશંકર મેહતા,મહીપતરામ નીલકંઠ,જહાંગીર તાલયરખાન, ઈચ્છારામ દેસાઈ અને કનૈયાલાલ મુનશી એ લખી છે.

પૃથ્વીવલ્લભ વિક્રમની અગિયારમી સદીના સમયની વાત છે.આ સમયે એ હિંદુ રાજાઓ અંદરો અંદર લઢતા ,એક બીજાને હરાવી પોતાની સત્તા વધારતા ત્યારની વાત છે .આ સમયે મૂર્તિ ભંજક મહમદ ગઝનીનું આગમન થયું નહોતું. સમાજ સાદો અને સુખી હતો.આ સમયે ચાલુકયના રાજા  તૈલપ ડૉમિનન્ટ (દબદબો) હતો.

પૃથ્વીવલ્લભ એટલે અવંતિપુરનો રાજા મુંજ  ,તેલંગાણાનો રાજા તૈલપ  તથા તેની ઇન્ટરકચુઅલ -બીયુટીફુલ ( સ્વરૂપવાન –ઉંચીબુદ્ધિમત્તા ) ધરાવતી વિધવા બહેન મૃણાલવતી  આ ત્રણ મેઈન કેરેક્ટર આસ પાસની વાત છે.મૃણાલ પ્રથમ મુંજ ને ધિકકારતી હોય છે, પછી મુંજ તરફ આકર્ષાય છે અને તે મુંજ તરફ આકર્ષાય છે એટલેજ તૈલપ મુંજને હાથીના પગ નીચે કચરાવીને મારે છે અને પોતાના દુશ્મન તથા બેનના પ્રેમીને મારીને બદલો લે છે.

નોવેલના અંતે સુંદર વાત લખી છે કે મુંજ મરતા લક્ષ્મી તો ગોવિદને ત્યાં જશે, કીર્તિ વીરોને ત્યાં જશે,પણ યશના પુંજ સમી બિચારી સરસ્વતી નિરાધાર  થઇ જશે.( wealth will stay with lord Vishnu, fame-glory will stay with brave warriors but intellect-knowledge-learning  will be orphan)

પૃથ્વીવલ્લભ એટલી લોકપ્રિય હતી કે ૧૯૪૩ માં બોલિવૂડ માં તેના પર ફિલ્મ રિલીઝ થઇ હતી. ડાયલોગ્સ ના બાદશાહ ગણાતા સોહરાબ મોદીએ પૃથ્વીવલ્લભનું,દુર્ગા ખોટે એ મૃણાલનું અને કે.એન સીંગ એ તૈલપનો રોલ કર્યો હતો.આ ફિલ્મનું ગીત તૈલપ કી નગરી મેં ગાના નહિ હૈ પોપ્યુલર થયું હતું.ગુજરાતી સ્ટેજના બેતાજ બાદશાહ ગણાતા અશરફ ખાને માલવપતિ મુંજ નામના નાટક માં મુંજનો રોલ કર્યો હતો. આ નાટક એટલું લોકપ્રિય થયું હતું કે તેના બે ગીતોની તો રેકોર્ડ રિલીઝ થઇ હતી.” ” એક સરખા દિવસો સુખ ના કોઈ ના જતા નથી ,તેથી જ શાણા સાહેબી થી લેશ ફુલાતા નથી ” તથા ” હૃદય ના શુદ્ધ પ્રેમી ને નિગમ ( શાસ્ત્ર) ના જ્ઞાન ઓછા છે. ” આ ઉપરાંત માલવપતિ મુંજ નામનું ગુજરાતી મુવી કે જેમાં ઉપેન્દ્ર ત્રિવેદી એ રોલ કર્યો હતો તે પોપ્યુલર થયું હતું.

વર્લ્ડ લિટરેચર માં વોલ્ટર સ્કોટ,એલેક્ઝાન્ડર ડુમા અને કૈક અંશે વિલિયમ શેક્સપિયરે ઐતિહાસિક નવલકથા  લખી છે.Walter Scott ,Alexander duma  સેલિબ્રિટી રાઇટર છે.મુન્શી એ પણ Walter Scott, Alexander duma and William Shakespeare  માંથી ઇન્સ્પિરેશન લીધું છે.વોલ્ટર સ્કોટ અને ડુમા પ્લોટ અને ઘટનાનું વર્ણન સુંદર  કરતા. મુનશી પ્લોટ,ઘટના,સેટિંગ  ઉપરાંત ડાયલોગ્સથી વાચકોને આકર્ષતા એ એના પ્રવાહ માં ડુબાડતા.એક વાર વાચક  વાંચવાનું શરુ કરે તો બુક મૂકે જ નહિ એમ ઘણા વાચકો કહે છે. મુન્શી નવલકથા માં ઇતિહાસ અને ઈમેજીનેશનનું સુંદર મિશ્રણ કરતા.એટલે કે ઘટના ઇતિહાસની,પ્લોટ ઇતિહાસનો પણ વાર્તા પોતાની.આ માં પોતાનું ક્રિએટિવ ઈમેજીનેશન ઉમેરતા. ગુજરાતની અસ્મિતા એવો શબ્દ મુનશી એ જ આપ્યો. સામાન્ય રીતે નવલકથા સિરીઝ માં લખાય પણ મુનશી એ તો નવલકથાની સિરીઝ લખી છે. પાટણની પ્રભુતા, ગુજરાતનો નાથ, જય સોમનાથ જેવી ઘણી નવલકથા આજે પણ વાચકોને અને પ્લોટ રાઈટરો ને આકર્ષે છે.

Urvish

હું ગુજરાતી લેખો, પુસ્તકો (થોડા ગણા ) , આત્મકથાઓ વાંચવામાં વધારે રુચિ ધરાવું છું. તમે મને કવૉરા અથવા ઇન્સ્ટાગ્રામ( Urvish015 ) પર મેસેજ કરી શકો છો !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

0 Comments
scroll to top