Close

પંચાત એટલે ?

સ્ત્રી એટલે , અઢી કલાક સુધી કોઈ સ્ત્રી જોડે કોઈ ત્રીજી જ સ્ત્રીની વાત કરે અને વાત પત્યા પછી કહે , “જવા દો ને , આપણે શું… ” આ ધોળાવીરા સમય નો જોક હજુ ય માર્કેટ માં રખડી રહ્યો છે. જોકે અહીં વાત સ્ત્રીના સ્વભાવની નથી , અહીં વાત છે પંચાત કરવાની…!

સરળ ભાષામાં પંચાત એટલે પોતાની કે બીજાની વાતો જે જાણીને કંઈક આંતરિક આનંદ આવે . પંચાત કરવા વાળા માણસ ને ચાંપલો કે ચાંપલી કહીને સંબોધિત કરવામાં આવે છે તથા એ લોકો ને કંઈ કહેવાય નહીં એવી તકેદારી રાખવામાં આવે છે. જોકે કોઈ વસ્તુ જાહેર કરવાની હોય તો એ ચાંપલી/ચાંપલો એક મહત્ત્વ નુ સાધન બની શકે છે. જેન્ટસ લોકો ને પંચાત એ થોડો સ્ત્રીપ્રધાન શબ્દ લાગતો હોવાથી એ લોકો પંચાત ને ચર્ચા તરીકે ગણે છે. પુરુષો માટે “ચર્ચા” કરવાની જગ્યા ફિક્સ હોય છે – પાન નો ગલ્લો. પણ ના , સ્ત્રીઓ માટે આવી કોઇ જગ્યા ફિક્સ નથી હોતી , એ તો બસ “સબ ભૂમિ ગોપાલ કી ” કરી ને ગમે ત્યાં ગમે એ સમયે ગમે એની જોડે પંચાત કુટવા તૈયાર જ હોય છે

પંચાત એ સ્રીઓ નો ઓલટાઈમ ફેવરિટ પાસ ટાઈમ છે. જે છોકરી કશું ના કરતી હોય એ છોકરી પંચાત તો કરે કરે ને કરે જ ! ગુજરાતી કહેવત “ચાર મળે ચોટલા , તો ભાંગે કોક ના ઓટલા” આ વાત ની સાક્ષી પૂરે છે. એવુ નથી કે ફક્ત છોકરીઓ જ પંચાત કરે છે. આ સ્ત્રી સશક્તિકરણ ના જમાના માં પુરુષો પાછળ ના રહી જાય એટલે પુરુષો પણ વારે તહેવારે પંચાત કરી લે છે. પણ પુરુષો નુ સ્ત્રીઓ જેવુ નહિ કે પંચાત કર્યા વગર ચાલે નહી. એ લોકો ફક્ત બે કિસ્સામાં પંચાત નો સહારો લે છે.

1. ઘોર નવરા હોય ત્યારે
2. પ્રેમ માં પડ્યા હોય ત્યારે..

પ્રેમ માં પડેલો પુરુષ ધીમે ધીમે સ્ત્રી બનતો જાય છે. (આદતો ની બાબત માં )
શું ક્લે છે? ” થી લઇને” મેલે બાબુ ને થાના થાયા? ” જેવા સવાલો પૂછી ને પંચાત નામના સ્પોર્ટસ માં પોતાની ઉમેદવારી નોંધાવે છે.

પંચાત એક એવી વસ્તુ છે કે એ બે માણસ એકબીજાની પણ કરે અને બે માણસ ભેગા થઇને ત્રીજા-ચોથા ની ય કરે !
સંસ્થા એ જોયુ છે કે ઘણા લોકો નુ પેશન છે પંચાત કરવાનુ ! પણ એમાંથી બહુ જ થોડા લોકો આ પેશન ને પ્રોફેશન માં પરિવર્તિત કરી ને પોલીસ માટે “ખબરી” બને છે !

પંચાત પર તો દુનિયા ટકેલી છે. ગુજરાતી ઈન્ડસ્ટ્રીમાં સોલ્લિડ હિટ ગયેલું પિક્ચર એવુ “લવ ની ભવાઈ” આખેઆખુ પંચાત પર જ આધારિત છે. મૂવી ના દરેકે દરેક ટ્વિસ્ટ પાછળ એ “પંચાત” જ મુખ્ય ફેક્ટર છે ! જુઓ સમજાવુ.

૧. સાગર ( મલ્હાર ) ની પહેલી ગર્લફ્રેન્ડે રેડિયો પર પંચાત કરી એમાં એને બ્રેક અપ નુ સુઝ્યુ. ( જો આ ના થાત તો પિક્ચર બનત જ નહી )
૨. સાગર ના ભાઈબંધે પંચાત કરી કે તારુ બ્રેક અપ પેલી RJ ના લીધે થયુ છે એટલે પેલો બદલો લેવા ગયો
૩. ઓલમોસ્ટ બધુ થાળે પડી ગયુ હતુ. બંને પાર્ટીઓ પ્રેમ માં પડી ગઈ તી અને સાગર ની બેન ની પાર્ટીમાં પેલી બાથરૂમ શોધતી શોધતી ઉપર આવી ને લેપટોપ મંતરવા બેઠી. ( ફરી થી પંચાત ) એમાં એ બગડયુ પાછુ !
૪. આદિત્ય નો મેળ પડી જ ગયો હતો પેલી જોડે , કોફી નુ પુછવા ઘેર આયો અને ઊંધો પડેલો લેટર ( જે સાગરે લખ્યો તો ) એ વાંચી ને ( હજુ ય પંચાત ! ) એનુ હ્રદય પરિવર્તન થઈ ગયુ.
૫. લગ્ન ના દિવસએ ય ભાગી ને રેડિયો પર પંચાત કરી કે મારા વાળાને શોધી આપો અને છેક પછી થઈ “હેપ્પી એન્ડિંગ ! ”

 

 

દર્શવાણી  :  પંચાત એ એક એવી વસ્તુ છે જેનાથી લગભગ બધા ને નફરત છે પણ બધા કરે છે ખરી….!

 

7 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

7 Comments
scroll to top