Close

મેં શાયર તો “છું”

Luckily ,  આપણે એક એવા દેશમાં રહીએ છીએ જ્યાં એક “અર્ઝ કિયા હૈ” ની પાછળ મિનિમમ ૪ નવરા લોકો તો “ઈર્શાદ ઇર્શાદ” બોલવા વાળા મળી જ રહે  છે..! અહીં કહેવાનો મતલબ એ નથી કે ભારત નવરાઓ નો દેશ છે પણ કહેવાનો અર્થ એ કે આપણા ત્યાં શાયરો ને પ્રોત્સાહન સારુ એવુ મળી રહે છે . હા , ભારત નો દર ચોથો “નવયુવાન” જીમ ની જેમ જ શાયરી પણ કરતો જ હોય છે. દેશમાં એટલા તો ચા ની કિટલી વાળા નહી હોય જેટલા “બેવફા” ની યાદ માં શાયરી કરવા વાળા હોય છે.. એટલે ટુંકમાં ભારત એ શાયરો નો દેશ છે!
શાયરો ના આમ મૂળ બે ભાગ પડે

૧. જેમને શાયરી આવડતી હોય છે

દા. ત.

એ ખર્ચા શું જેમાં બિલ ના હોય

એ ચર્ચા શું જેમાં દલીલ ના હોય

–  દર્શન પંચાલ

૨. જેમને નથી આવડતી 

દા. ત. ( part 2 )

તને નિરખતુ રહેવુ એ મારી ટેવ છે

તુ જ મારા મમરા ને તુ જ મારી સેવ છે

– નામ નથ કહેવાય એવુ

સંસ્થા હજુ સંશયમાં છે કે મહાત્મા અનુ મલિક ને કયા પ્રકારમાં ગોઠવવો. પણ જેમને નથી આવડતી છતા કરે છે એ લોકો પાસે શાયરી કરવાના બે કારણો હોય છે

૧. કાં તો છોકરી મળતી ના હોય

૨. કાં તો છોકરી ને બીજુ કોક મળી ગયુ હોય

જોકે પહેલો પ્રકાર ધીમે રહીને બીજા પ્રકારમાં વહેલામોડા તબદીલ થઈ જ જાય છે.

For example 

  જીના માટે સોડી દીધા મસાલા ને છીકણી

એ મારી દિયોર બેવફા નીકળી

આપણા મનમાં શાયરી એટલે છેલ્લા છેડા મળવા જોઈએ એટલુ જ. ધ્યાન દઈએ તો શાયરી એ અરેન્જ મેરેજ (Indian Edition) જેવી છે , છોકરો છોકરી તેલ લેવા જાય ! છેડા ( કુંડળી ) મળે એટલે જોડે ગોઠવી દેવાના ! એમાં ન જાણે કેટકેટલા ફિઝિક્સ, ગણિત ને વિજ્ઞાન ના નિયમો ના મર્ડર થઈ ગયા છે અને હજી આંકડો વધતો જ જાય છે…

અને આ રોગ આજકાલ નો નથી કંઈ , વર્ષો પહેલા પણ આવી શાયરી ના મર્ડર થતા હતા.. જેમકે ,

સોટી વાગે ચમચમ

વિદ્યા આવે ઝમઝમ

પ્રાસ તો બેસી જાય છે પણ લોજિક જેવુ કંઈ નથી અહીં

સોટી વાગે ત્યારે “ચમચમ” જેવો એકેય અવાજ સંસ્થાએ જીવનકાળ દરમ્યાન સાંભળ્યો નથી. અને વિદ્યા ને સોટી જોડે તો કંઈ લેવા દેવા જ નથી. આધુનિક વૈજ્ઞાનિકો પણ હજી સંશોધન કરી રહ્યા છે કે આટલા વર્ષો ભણભણ કર્યા કરતા શરદી-તાવની ગોળી ની જેમ ત્રણ ટાઈમ રોજ સોટી ખાઈ લઈએ તો એક જ ઝાટકે પાર આવી જાય .

અને હા , ભારતમાં વાટકીવ્યહવાર ની જેમ દાદ વ્યવહાર પણ ઘણો પ્રચલિત છે. શાયરી પત્યા પછી “વાહ વાહ” , “ક્યા બાત” , “એક ઔર” જેવા શબ્દો વાતાવરણમાં ભમ્યા કરે છે જેથી આવા “બેફામ” શાયરો ને એક લોલીપોપ ( If you know what I mean ) મળી રહે છે અને માણસ નો દર્દ, દુખ, સુખ, લસણ, ડુંગળી, ચા, નાસ્તો બધો શાયરી માં જ નીકળે છે..

એક હતી ભેંસ ને બે એના પાડા

વધારે બહારનું ખાધા પછી થઈ ગયા ઝાડા

–  anynomous

 અને હા , અંતે…. 

લખાણ પરથી ખોટુ લાગે તો ના કરતા વેર

એ ના થાય ને મજા આવે તો કરી નાખો શેર ..

4 Comments

  1. વાહ દર્શિલભાઈ વાહ. કમાલનું રિસર્ચ કર્યું છે હો. વાંચવાની મજા પડી ગઈ.

  2. મજા પડી ગઈ..
    સારું થયું આપણે હજી શાયરી રચવાના ‘ધખરાં’ નથી..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

4 Comments
scroll to top