Close

પુરુષ સશક્તિકરણ !

હમણા માનુશી ચિલ્લર કંઇક જીતી એમાં આખા દેશમાં હો હા થઈ ગઈ હતી , એના થોડા સમય પહેલા રોહિત ખંડેલવાલ એ જ “કંઈક” જીત્યો હતો ત્યારે આટલો હો હા નહોતો થયો. મેં પુછ્યું કે આવુ કેમ તો જવાબો મળ્યા ” આ છોકરી છે ને પેલો છોકરો હતો ”
હવે આ વસ્તુ વિચારવા પર મજબૂર કરી દે છે , સાલુ છોકરો પણ એ જ કોમ્પિટિશન માં જીત્યો એના લેવલ ના લોકો સામે
છોકરી પણ એ જ કોમ્પિટિશન જીતી એના લેવલ ના લોકો સામે તો સાલુ આમાં છોકરો – છોકરી વચ્ચે શેનો ભેદભાવ ??
તો ચલિયે શુરૂ કરતે હૈ…

આધુનિક ભારત ની આધુનિક સ્ત્રીઓ જરુરત કરતા વધારે જ સશક્ત થઈ છે. એમાં ય પાછુ “સ્ત્રી સશક્તિકરણ” અને એની આડપેદાશ “ફિમેનિસમ” નો મસાલો ભભરાવીએ એટલે આધુનિક સ્ત્રીઓ માથે ચડીને બેઠી છે !! આ વધી ગયેલા સ્ત્રી સશક્તિકરણ ને થાળે પાડવા માટે સમાજને એક એકાદ એન્ટી-સ્ત્રીશસક્તિકરણ જેવા અભિયાન ની જરૂર છે.
આ એન્ટી-સ્ત્રીશસક્તિકરણ અભિયાન એટલે “પુરુષ સશક્તિકરણ”. પુરુષોને પણ સ્ત્રીઓ ની સમાન બનાવવા જોઈએ. પુરુષોને પણ સ્ત્રીઓ ની સમકક્ષ મુકવા જોઈએ. આજનો યુવાન રાત્રે ૧૦ વાગ્યા પછી ઘરની બહાર નીકળતા પણ ૧૦૦ વખત વિચાર કરે છે કે અજાણ્યા રસ્તા પર, સૂમસામ રાત્રે સાલુ કોઈ મોલેસ્ટેશન નો કેસ તો નહી ઠોકી દે ને..! આજના યુવાન ને એક છોકરી જોડે વાત શરુ કરવા માટે કેટ-કેટલા અલ્ગોરિધમ બનાવવા પડે છે એનો વિચાર કર્યો છે કદી? જેમ સ્ત્રીસશક્તિકરણ ના ભાગ રૂપે સ્ત્રીઓને સિલાઈ મશીનો મળે છે એ જ રીતે બેરોજગાર પુરુષોને પણ પુરુષસશક્તિકરણ ના ભાગ રૂપે કંઈક નુ કંઈક તો મળવુ જ જોઇએ.

આપણો સમાજ દ્વિમુખી છે , એક બાજુ કહે છે કે સ્ત્રીઓ ને મોકો નથી મળતો અને એ બધુ. બીજી બાજુ મોટી મોટી પાર્ટી ના અધ્યક્ષ પણ (ઘણી વાર તો પ્રધાનમંત્રી પણ) ચૂપચાપ એક સ્ત્રી ના ઇશારે જ ચાલે છે..
આપણો દેશ ભલે ફિઝિકલી પુરુષપ્રધાન છે પણ વર્ચ્યુઅલ વર્લ્ડ માં તો સ્ત્રીપ્રધાન જ છે. સોશિયલ મીડિયા માં ચારે તરફ સ્ત્રીઓનુ જ રાજ ચાલે છે. શું પુરુષો ને અધિકાર નથી એમના ફોટા પર ૨૦૦-૫૦૦ લાઈકો મેળવવાનો ? શું પુરુષો ને ના ગમે એમના ફોટા પર ૪૦-૫૦ “Nice pix deer” કોમેન્ટ્સ જોવી. કેમ પુરુષો ના ફેક અકાઉન્ટ નથી બનતા? શા માટે સ્ત્રીઓ ને જ આટલુ બધુ મહત્વ આપવામાં આવે છે.? BEING A “MAN” IS A DISABILITY ??
ન્યુઝ પેપર માં પણ સ્ત્રીઓ ને આગવું મહત્વ આપવામાં આવ્યું છે. હવે એ વાંચનારાઓ ની માંગ કહો કે છાપનારાઓ ની ઠરક , ન્યુઝ પેપર ની લગભગ દરેક પુર્તિ ના ફ્રન્ટ પેજ પર સ્ત્રીઓ ના ફોટા જ કેમ?
વરસાદ આયો તો સ્ત્રી ને છત્રી પકડી ને બતાવી દેવાઈ
પરીક્ષા આવી તો છોકરી ને પેન પકડી ને બતાવી દેવાઈ
ફેસ્ટિવલમાં પણ ફક્ત સ્ત્રીઓ ના જ ફોટા…
ચલો છાપા ની વાત જવા જ દો ,
બસમાં પણ સ્ત્રીઓ માટે જ કેમ અનામત ? આમ તમે માનવા તૈયાર નથી કે સ્ત્રી અબળા છે ને બીજી બાજુ તમે એ “અનામત” વાળી સીટ ધો લાભ લેવો છે. તમે ય “અમુક” પટેલો જેવુ કરો તો ક્યાંથી મેળ પડે…!
ચલો બસ પણ જવા દો , દેવલોક માં પણ સ્ત્રીઓ જ આગળ છે. દરેક કપલ ભગવાન માં પહેલા સ્ત્રી નુ એ નામ કેમ?
લક્ષ્મીનારાયણ
ઉમાશંકર
રાધાકૃષ્ણ
સીતારામ.

કેમ ભગવાન રામ ને “સિયાવર” તરીકે સંબોધન અપાય છે.? સીતાજીને કેમ કોઈ “રામવધૂ” નથી કહેતુ?
ઈન્દીરા ગાંધી ને “લોખંડી મહિલા” કીધી પણ પછી રાહુલ ગાંધી નો વારો આવ્યો ત્યારે …
હવે આ લેખ માં સ્ત્રીઓ સિવાય ની લગભગ પાંચ કમ્યુનિટીઓ તરફ થી ડેથ થ્રેટ મળી શકે એમ છે એટલે ટુંકમાં પતાવુ તો જે છે એ બરાબર છે.. કાં તો સ્ત્રી સશક્તિકરણ ને બંધ કરો કાં તો પુરુષ સશક્તિકરણ ચાલુ.

 

દર્શવાણી: ગુગલ માં Stuart સર્ચ કરો તો Stuart Binny Wife પહેલા આવે છે અને Stuart Binny પછી !
જય સ્ત્રી સશક્તિકરણ

6 Comments

 1. First of all, Namaste lekhak saheb shree!
  So I would like to start with 19th November, this day is celebrated as International Men’s day but Indian “MEN” and woman (obviously) want to celebrate only women’s day! So this is not fault of anyone right! You should start celebrating it for MEN empowerment , I’ll support it as well(just like men supports women)! Coming to the serious topic, fake account thing is so disgusting! After making a fake account of girl what will you do? Chat with boy or gossips with girl!? Lol! Feminism and women empowerment is two different thing and you are not supposed to merge it! Indira Gandhi was “Iron lady” and Sardar vallabhbhai Patel was an “Iron man”! (Rahul Gandhi!? Seriously! ) what remaining is the metter of husband and wife! You’re not one of them and you’re not even committed so you better be quite!

  1. @DAMINI…
   .
   અમદાવાદની એક કોલેજ-નો GS કોલેજ-ઈલેક્શન દરમિયાન એક જુનિયર છોકરીના આછકલા-પરિચયમાં આવે છે અને તેને બન્ને એક-બીજાને પ્રેમ કરવા લાગે છે…… તે પણ ‘છોકરી’ ની સંમતિ વગર અને ફક્ત તેના લુખ્ખા-મિત્રોનાં કહેવાથી કે,”ભાભી (તે છોકરી) અને તારી જોડી જામે છે … યાર!!! ” … અને જ્યારે વર્ષના અંતે તે ‘મર્દ” કે જેનું કોલેજમાં બહું-જ માન છે અને તે છોકરી સાથે વ્યવસ્થિત “પ્રોટેક્ટેડ રીલેશન’ પણ છે… એ કોલેજ-GS તે છોકરી સામે લગ્ન-નો-પ્રસ્તાવ મુકે છે ત્યારે છોકરી સંભળાવી દે છે કે – “મને તો કેનેડાથી માંગુ આવ્યું છે અને લગભગ ‘ફાઈનલ-જ’ છે … અને આતો યુવાનીની નાં પ્રયોગો કહેવાય એવી “ટેમ્પરરી જરૂરીયાત માટે હું શું કામ કાયમી કમીટમેન્ટ કરું?” (સત્ય ઘટના)
   ઈન્ટરનેટ યુગ આવ્યો અને છોકરાઓ ઉપર શ્રેષ્ઠ્તમ પરફોર્મન્સનું હમઉમ્ર-માનસિક દબાણ વધતું ચાલ્યુ છે… જો તેમના હાથમાં મસ-મોટો-મોંઘો-મોબાઈલ ‘નાં’ હોય અને બ્રાન્ડેડ-કપડા કે શુઝ નાં હોય તો તેમને અતિ-સામાન્ય ગણવામાં આવે છે… કારણકે ચારો-તરફ ઉત્કૃષ્ટ બાહ્ય-દેખાવ અને ખિસ્સામાં રૂપિયાની-ગડ્ડી હોવી-જ જોઈએ …તેવા છીછરાં-ભૌતિક મુલ્યોએ સામાન્ય-સમાજ માંથી આવતા સામાન્ય છોકરાઓ ઉપર માનસિક દબાવ ઉભો કરી દીધો છે… ફક્ત લિંગ-ભેદને કારણે એવી માન્યતા ફેલાવી દેવાઈ જાય છે કે છોકરાઓ સમાજને ચલાવવા વાળાં ‘યોદ્ધાઓ’ ….સમાજ હવે તે કોઈરીતે સમજવા તૈયાર-જ નથી કે સમાજની ઉપરની પાયદાનમાં રહેવું કેટલું ‘એકલતા-ભર્યું’ છે .. એક તરફ ભણવાનું-કમાવવાનું દબાણ …. જ્યારે, બીજી તરફ શ્રેષ્ઠ શારીરિક અને કપડા દ્વારા બાહ્ય દેખાવ સંવારવાની દોટ અને તમના હાથમાં ફક્ત દિવસ 24-કલાક-જ… સમાજ જયારે જેન્ડર-બાયસ્ડનાં રીવર્સ-ગિયરમાં ચાલી રહ્યો છે તે-રીતે બીજી તરફ છોકરીઓને તો જન્મ-જાત પોતાની લાગણીઓ વહાવવાનો અધિકાર મળ્યો છે … અને તે ફક્ત સ્ત્રી-જાતી છે તે કારણે સાલી બધી ‘સહાનુભુતિ’ પણ તેઓ-જ ખાટી જાય છે… અને તદ્દન તેથી વિરુદ્ધ અહી છોકરાઓની કેવા પ્રકારની મુશકેલીમાંથી પસાર થઇ રહ્યા છે તેવી લાગણીની નોંધ પણ ક્યા લેવાય-જ છે …? … પછાત-બંધિયાર-વિચારધારાઓ મુજબ ચાલતા સમાજને ખ્યાલ પણ છે કે – “આજે ઈન્ટરનેટ-યુગમાં છોકરાને પોતાને ‘ગર્લ-ફ્રેન્ડ’ નથી તે-વાત તેને કેટલો હીણપત-નો-અનુભવ કરાવે છે!!!… કે -“નથી તેમના ખિસ્સામાં રૂપિયાની ગડ્ડી – નથી હાથમાં સારી ડીગ્રી – કે નથી સારો બાહ્ય દેખાવ …” … So bloody pathetic condition of normal human.
   . સમાજ -મિત્રો દ્વારા ઉભી કરવામાં આવતી આવી ગેર-માન્યતા કે “ગર્લ-ફ્રેન્ડ તો હોવી-જ જોઈએ” તે બાબતે મોટો વાંક મીડિયા-ફિલ્મોનો છે … જ્યારે વાસ્તવિકતાથી જોજનો-દુર તેમને એવું વાતાવરણ અને માન્યતા ઉભી કરી નાખી છે કે જો તમે ઊંચા-ગોરા–મસ્ક્યુલર નહિ હોવ તો તમને કોઈ છોકરી પસંદ પણ નહિ કરે …જ્યારે 90% છોકારાઓ દેખાવે ટોલ-ડાર્ક-હેન્ડસમ હોતાં-જ નથી અને 90% છોકરીઓ આ મુર્ખ-વિચારધારાએ પ્રેરાઈ અને બસ એવોજ છોકરો શોધી રહ્યી છે … આ ફિલ્મ-મીડિયાને આ બાબતે અવાસ્તવિક-અભિગમ ફેલાવવા માટે સમાજે ‘વિચાર-લાત’ મારવી જોઈએ …
   .
   આપણે આજે સોશિયલ-મીડિયામાં જોઈએ-વાંચીએ તો તમને હજારો-લાખો પોસ્ટ્સ ફક્ત – “સ્ત્રી-જાતિનું સન્માન કરો …” … “છોકરીઓને જીવન સંવારવામાં સપોર્ટ કરો …” મળી આવશે … પરંતુ કોઈ એક પોસ્ટ બતાવો કે સમાજમાં આ છોકારાઓની વર્તમાન-વિપરીત પરિસ્થિતિ વિષે બે-શબ્દ પણ કહે!!! … કેમ તેઓ જંગલી છે? છોકરાઓ તે માનવ-જાતીમાં ‘નાં’ આવે? …અને 0.0001% પુરુષ બળાત્કાર કરે તેમાં આખી પુરુષજાતી ‘બળાત્કારી’ થઇ જાય? …
   .
   અહી મારો નાનો-સામાન્ય-પ્રયાસ તે પોતાની તરફેણમાં નાં બોલી શકતા શરમાળ અને એકલતા-અનુભવતા તેવા મારા ‘ભાઈઓ’ પ્રતિ છે … અને મિત્રો-ભાઈઓ, હું કોઈ તમને છોકરી કે ગર્લ-ફ્રેન્ડ મેળવી-આપવા વાળો લવ-ગુરુ નથી … મારે તમને કહેવાનું કે –
   “દરેક વય્ક્તિ આગવું વ્યક્તિત્વ ધરાવે છે અને તેમનું આ પૃથ્વી પર પોતાનું એવું આગવું કાર્ય-ક્ષેત્ર નિશ્ચિત છે …અને તે-જ અંતિમ સત્ય છે … ”
   અને મૂળ વાત –
   ” જેને તમે પ્રેમ કરો તેની સાથે લગ્ન ‘નાં’ થાય તો ચાલશે પણ જે તમને પ્રેમ કરે છે તેની સાથે લગ્ન થાય તો તમારું જીવન ‘સ્વર્ગ’ બની જશે …”
   એટલે તમને એટલું-જ કહીશ કે –
   “તમે જે છો તેવાજ રહો અને આત્મવિશ્વાસ રાખી તમારા ગમતા વિષયમાં પ્રગતિ કરતા રહો … કોણ જાણે “ક્યારે-ક્યા-કેવીરીતે-કઈ” છોકરી આવીને તમારી ‘છાપ’ તેના હૃદય પર કોતરીને કાયમ-માટે તમારી થઇ જશે … દિલ-સે …”
   …તે અમને પ્રામાણિકતાથી જણાવે કે –
   “તમે તેવો કોઈ સામાન્ય-દેખાવનો છોકરો પસંદ કરશો કે, જે તમને ‘રાજ-કુંવારી’ ની જેમ સાચવે
   …… કે પછી …
   તમે તેવા ‘હોટ-હન્ક-છોકરા’ને પસંદ કરશો કે, જે તમને ‘પગ-લુછણીયાં’ની જેમ વાપરે …” …
   સાથે-સાથે અમારી સહાનુભુતિ તેવી દરેક છોકરીઓ-સ્ત્રીઓ સાથે છે કે જેઓ -“બાર્બી-ડોલ ની ‘ફિગર’ને આદર્શ માને છે અથવા તો તેવી ફિગર ‘નાં’ હોવાને કારણે ધિકકારાય છે… મજાક પાત્ર બને છે …”. બાબત કે નથી તો હું પુરુષ સશકિતકરણ માં માનતો કે નથી સ્ત્રી સશકતરિકરણ મા કેટલાક લોકો પૈસા કમાવા અને પ્રસિદ્ધિ મેળવવા આવી ચર્ચાઓ ઓ નો ઉપયોગ કરે છે અને સામાન્ય લાગણી વાળા માણસો રહી નથી શકતા જવાબ આપ્યા વિના એટલે આપ લાગણી શિલ છો અને હું પણ.

   મયુર જોશી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

6 Comments
scroll to top